- Get link
- X
- Other Apps
૧૭૭-વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંતકુમાર પટેલ દ્વારા 9 મી ઓગષ્ટ 2024 "વિશ્વ આદિવાસી દિવસે જાહેર રજાની ઘોષણા કરવા બાબતે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીને લેખિત રજૂઆત
- Get link
- X
- Other Apps
![]() |
૧૭૭-વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંતકુમાર પટેલ દ્વારા 9 મી ઓગષ્ટ 2024 "વિશ્વ આદિવાસી દિવસે જાહેર રજાની ઘોષણા કરવા બાબતે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીને લેખિત રજૂઆત
તારીખ ૦૭-૦૬-૨૦૨૪નાં દિને ૧૭૭-વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંતકુમાર એચ. પટેલે પત્ર દ્વારા 9 મી ઓગષ્ટ 2024 "વિશ્વ આદિવાસી દિવસે જાહેર રજાની ઘોષણા કરવા બાબતે માનનીય ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને લેખિત રજૂઆત કરી હતી.
તેમાં તેમને જણાવ્યું હતું કે, બિનસાંપ્રદાયિક લોકશાહી ગુજરાતમાં વિવિધ જ્ઞાતિ-ધર્મ સમાજના લોકો વસવાટ કરે છે અને તેઓ માટે સાંસ્કૃતિક -સામાજિક અસ્મિતા ટકી રહે અને ભારતીય હોવાનો ગર્વ અનુભવે તે હેતુ થી બધાજ જ્ઞાતિ-ધર્મ કે કોમના લોકો માટે રાજ્ય સરકાર સામાજિક ધાર્મિક કે સાંસ્કૃતિક મહાત્મ્ય ધરાવતા દિવસે જાહેર રજા ઘોષિત કરવામાં આવે છે.પરંતુ રાજ્ય સરકારના આ રજાઓના ટાઈમ ટેબલમાં આદિવાસીઓ જ હાંસિયામાં ધકેલાઈ જાય છે.
ગુજરાતમાં 1 કરોડ જેટલા આદિવાસીઓ છે, પરંતુ તેમની ભાતીગળ સંસ્કૃતિ એ કુદરતી જીવનશૈલી આધારિત જીવન-પધ્ધતિને કયારેય ધ્યાનમાં લેવામાં આવતી નથી, જે સૌથી કરુણ બાબત છે.સામાન્ય વહીવટ વિભાગના 2023-2024 જાહેર રજાઓ ના ટાઈમ ટેબલમાં આદિવાસી સમાજને હાંસિયામાં ધકેલી દેવામાં આવેલ છે.
ઈરાનથી આવેલા પારસીઓ માટે જાહેર રજા આપવામાં આવે છે, જયારે ભારત દેશના મૂળ નિવાસી આદિવાસીઓ માટે એકે પણ રજા નહીં આવે આવો સામાજિક અન્યાય વિશ્વના કોઈ દેશમાં નહીં હોઈ જે અસહ્ય છે. જેથી આગામી UNO દ્વારા ઘોષિત 9 મી ઓગષ્ટ 2024 ને આદિવાસીઓના સન્માનમાં રાજ્ય સરકાર આવનારી 9 મી ઓગષ્ટ 2024 જાહેર રજા ઘોષિત કરે એવી આદિવાસીઓના પ્રતિનિધિ તરીકે તેમણે માંગ કરી છે.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment