તુર-થાળી અને નાચ : ધોડિયા ઈ સંસ્કૃતિ
૨૧ મી સદી હુંધી મા અનેકવિધ સંગીતનાં સાધનો આમને અને ગુવે, પુણ આધુનિક DJ સાઉન્ડ સિસ્ટમાઈ પુણ રાહ હેરવી પડે અહા વાજિંત્ર એટલે તુર અને થાળી. જિયા પર આથ પડતા જ અનેક વડીલોમા તાજગી અને તાણા પાગામા થનગનાટ જોર આવી જાય અને જુના સંસ્મરણો તાજા ઉઈ જાય અહા ઈ વાજિંત્ર. દક્ષિણ ગુજરાતની આદિમ સંસ્કૃતિની ઓળખ સમાન ઈ વાજિંત્ર આધુનિકતા અને શહેરના અનુકરણમા કાંક ખોવાઈ ગોયેલા. પુણ અમુક સજ્જનોના પ્રયત્નોથી પાછા વેવામા અને શુભ પ્રસંગે હેરુ મિળે તાય...પહેલાના વખતમાં મોટેભાગે ખેતીવાડી અને પશુપાલન જોડે જોડાયેલો સમાજમા હાજા પ્રસંગે ઈ વાજિંત્રનો ઉપયોગ ઉવે હતો. તી તાલ હાથે ઈયા ફરતે રચાતી માણહાઈ સાંકળ ના સ્વરૂપમાં નાચે અને લોકો રમે થતે. ઈ લોકવાદ્ય ઈ આગવી વિશેષતા ઈ આય કા ઈયા અંદર સંગીતના નિયમાઈ પાલન કરવા પડે નાય. પુણ જુના વખતના લોકોયાઈ રહેણી-કરણી, એકતા અને એકબીજા પર પ્રેમની લાગણી રજૂ કરે થતે. હાથે વાજિંત્ર અને થાળી વગાડનાર વ્યક્તિ અનેક ચાળાઓ પુણ કરે થતે. એમાં જો તુર અને થાળીયાઈ બે જોડી મીળી જાય તો ઈ બેવ વચ્ચે હરીફાઈ પુણ ઉભી જાય અતી.
Comments
Post a Comment