- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં માં આદિવાસી સમાજમાં લગ્ન કંકોત્રી આમંત્રણ કાર્ડમાં વારલી પેન્ટિંગની ઝલક.
પત્રિકામાં આદિવાસી ભાષા, દેવી-દેવતા, પ્રકૃતિનો સમન્વય કરી સંસ્કૃતિની જાળવણી.
દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હાલમાં લગ્નની મોસમ ચાલી રહી છે ત્યારે છેલ્લા બે વર્ષેથી સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, સંઘપ્રદેશની સાથે ભરૂચ, નર્મદા જિલ્લામાં આમંત્રણ પત્રિકાઓ અને લગ્ન કંકોત્રીમાં વારલી પેન્ટિંગ પ્રકૃતિના સમન્વયનું ચલણ વધ્યું છે.
ખાસ કરીને આદિવાસી સમાજમાં યુવક-યુવતીઓના લગ્ન પ્રસંગે કે પછી કોઈપણ શુભકાર્યની નિમંત્રણ પત્રિકામાં વારલી પેન્ટિંગ સાથે નિમંત્રણ પત્રિકા તૈયાર કરવાનો અને મહેમાનોને આપવાનો અનોખો ટ્રેન્ડ શરૂ થયો છે.
ગામડા કે શહેરમાં વારલી પેન્ટિંગ તેમજ આદિવાસી દેવી-દેવતા તેમજ પ્રકૃતિ સાથે સમન્વય કરીને કંકોત્રી અને આમંત્રણ કાર્ડને ઓપ આપવામાં આવી રહ્યો છે. આ ટ્રેન્ડ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. હાલમાં આદિવાસી સમાજના લગ્નપ્રસંગોમાં આમંત્રણ પત્રિકાઓમાં આદિવાસી વારલી પેન્ટિંગ સાથે કલરફુલ અને કુદરતી પ્રકૃતિ દર્શાવવાનો અનોખો ટ્રેન્ડ જોવા મળ્યો, જેમાં આદિવાસી સમાજના લોકોએ તેમની સંસ્કૃતિને ટકાવી રાખવા જાતિ અનુસાર તેમની પારંપરિક ભાષામાં કંકોત્રી છપાવી રહ્યા છે.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment