- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
મહાનાયિકાઃ સાવિત્રીબાઈ ફૂલે (1831-1897)
મરાઠીના આદ્ય કવયિત્રી ફૂલેનો આજે જન્મદિવસ છે. મહારાષ્ટ્રના નયગાવમાં જન્મેલાં સાવિત્રીબાઈના 9 વર્ષની વયે ભાવિ સુધારક જોતિબા ફૂલે સાથે લગ્ન થયાં હતાં. લગ્ન પછી જોતિબાએ તેમને ભણાવ્યાં એટલું જ નહિ 1848માં પોતે સ્થાપેલી શાળામાં શિક્ષિકા તરીકે પણ નિયુક્ત કર્યાં. ઘરથી શાળાએ જતાં તેમના પર રૂઢિચુસ્તો છાણ-મળ- મૂત્ર વગેરે ફેંકતા ત્યારે તેઓ બે સાડીઓ રાખતા જેથી એક સાડી ખરાબ થાય શાળાએ જઈ બીજી પહેરી શકાય. પતિના સધિયારામાં બાળલગ્ન, વિધવાઓની કફોડી સ્થિતિ, વિધવા વિવાહની મનાઈ, અસ્પૃશ્યતા વગેરે સામાજિક દૂષણો વિરુદ્ધ અવાજ બુલંદ કર્યો.
વિધવાઓએ માથું મૂંડાવવું જેવી કુરીતિઓ વિરુદ્ધ તો તેઓએ આંદોલન કર્યું હતું. શિક્ષણ પ્રત્યે સાવિત્રીબાઈને વિશેષ લગાવ હતો. દેશનું પહેલું બાલિકા વિદ્યાલય શરૂ કરવા સાથે બાલિકાઓ માટે 18 જેટલા વિદ્યાલયો પણ ખોલ્યા હતા. કવિયત્રી સાવિત્રીબાઈએ કાવ્ય ફૂલે બાવનકશી સુબોધરત્નાકર જેવા કાવ્ય સંગ્રહો રચ્યા હતા. પુનાની યુનિવર્સિટીને સાવિત્રીબાઈ ફૂલે યુનિ.નામ અને તો ટપાલટિકિટ દ્વારા તેમનું સન્માન થયું છે. 1897ના વર્ષે એ જમાનામાં અસાધ્ય ગણાતા પ્લેગના રોગીઓની સેવા કરતા ચેપ લાગ્યો અને 10 માર્ચ 1897ના રોજ તેમનું અવસાન થયું.
- Get link
- X
- Other Apps

Comments
Post a Comment